


મોરબી, તા. 13 જુલાઈ મોરબીના ઉંચી માંડલ વિસ્તારમાં 29 વર્ષીય બુલેટભાઈ શેખરભાઈએ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. EMT મેર પ્રવીણ અને પાઇલોટ કૃષ્ણસિંહે દર્દીને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર આપી હતી. દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ હોવાથી એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન, IV ફ્લુઈડ્સ, ઇન્જેક્શન એડ્રેનાલિન અને એટ્રોપિન સહિતની તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર સારવાર દરમિયાન ડો. પંકજ સાહેબના તબીબી માર્ગદર્શન હેઠળ દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે માનસિક તણાવ જેવી પરિસ્થિતિમાં સમયસર મદદ મેળવવી અત્યંત જરૂરી છે. 108ની ઝડપી કામગીરી અને તબીબી ટીમની સતર્કતાએ દર્દીને જીવન બચાવવાની મહત્વપૂર્ણ તક આપી છે.


