Uncategorized મોરબી

સબમર્શીબલ કેબલ ચોરી કેસમાં બે આરોપીઓને આગોતરા જામીન

સબમર્શીબલ કેબલ ચોરી કેસમાં બે આરોપીઓને આગોતરા જામીન

“‘મોરબી સેશન્સ કોર્ટનો મહત્વનો હુકમ, સિનિયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયાની ધારદાર દલીલ સફળ”‘

હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામની બાર બોર સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી સબમર્શીબલ મોટરના કેબલ વાયરની ચોરીના કેસમાં નામ ખુલેલા બે આરોપીઓને આગોતરા જામીન મળતા કેસ ચર્ચાનો વિષય બન્યો છે. મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી કેવલ રૂગનાથભાઈ ડાભી અને મનસુખ ચંદુભાઈ ડાભીના આગોતરા જામીન મંજુર કર્યા છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અજાણ્યા શખ્સોએ ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી રૂમ ઓરડીના તાળા તોડી અંદર રાખવામાં આવેલ સબમર્શીબલ મોટરના આશરે ૧૬૦૦ ફૂટ લાંબા ૬ એમ.એમ.ના કોપર કેબલ વાયર, જેની અંદાજિત કિંમત રૂ. ૧ લાખ જેટલી થાય છે, તેની ચોરી કરી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે બી.એન.એસ. એક્ટની કલમ 305(એ), 331(4), 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસે આરોપી કેશુભાઈ ઉકાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કેવલ રૂગનાથભાઈ ડાભી અને મનસુખ ચંદુભાઈ ડાભીના નામ સહઆરોપી તરીકે આપ્યા હતા.આરોપી પક્ષ તરફથી મોરબીના સિનિયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. એડવોકેટ દ્વારા કાયદાકીય દલીલો સાથે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓનો આધાર રજૂ કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે “સિદ્ધારામ સતલીંગપ્પા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર”ના ચુકાદાને ધ્યાને લઈ આરોપીઓને આગોતરા જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપી પક્ષ તરફથી સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, જયદીપ મહેતા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા અને જયોતિકા કુરીયા રોકાયેલા હોવાનું જાણવા મળે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder