ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી તા.૨૭/૦૩ થી ૨૬/૦૪ સુધી કરી શકશે.
ખેતીવાડી સહાય યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે ભાવનગરના, ભગવતી સર્કલ માં આવેલ નમો લોક સેવા કેન્દ્ર ખાતે વિનામૂલ્યે અરજી કરી આપવામાં આવશે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો (કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો (તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા ૪૨ ઘટકો માટે ઓનલાઇન પોર્ટલ પર તા.૨૬/૦૪ સુધી ખેડુતો ઓનલાઇન અરજી કરી શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ, બેંક પાસબુક અને 7/12 8અ વગેરે આધાર પુરાવા સાથે નમો લોક સેવા કેન્દ્ર, ભગવતી સર્કલ, ભાવનગર ખાતે સંપર્ક કરવાનો રહેશે, જ્યાં વિના મૂલ્યે 42 થી વધુ યોજનાઓમાં નોંધણી થઈ શકશે.
નમો લોક સેવા કેન્દ્ર, ગુજરાત પ્રદેશ ભાજપના યુવા નેતા કુલદીપસિંહ ચુડાસમા દ્વારા ઘણા વર્ષોથી સંચાલિત કરવામાં આવે છે અને અત્યાર સુધી અનેક લોકોએ ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેન્દ્ર દ્વારા લીધો છે. એક અખબારી યાદી દ્વારા કુલદીપસિંહ ચુડાસમાએ આ સેવાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરાયો છે
