ખેલ-જગત

IPL 2026: BCCI એ બદલ્યા નિયમો! ખેલાડીઓના પરિવાર અને પ્રેક્ટિસ પર મુકાયા કડક નિયંત્રણો

IPL 2026: BCCI એ બદલ્યા નિયમો! ખેલાડીઓના પરિવાર અને પ્રેક્ટિસ પર મુકાયા કડક નિયંત્રણો

અમદાવાદ/રાજકોટ:
IPL 2026 ની 19મી સીઝન આગામી 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા BCCI એ તમામ 10 ટીમો માટે કેટલાક નવા અને કડક નિયમોની જાહેરાત કરી છે. આ વખતે રમત કરતા પણ વધુ ખેલાડીઓની ટ્રેનિંગ અને અંગત પ્રવાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાત ગુંજ ના વાચકો માટે જાણીએ BCCI ના એ 7 મહત્વના ફેરફારો જે આ સીઝનને બદલી નાખશે:

  1. મેચના દિવસે પ્રેક્ટિસ પર પૂર્ણ વિરામ
    હવેથી કોઈપણ ટીમ જે દિવસે મેચ હોય તે દિવસે મેદાન પર પ્રેક્ટિસ કે ટ્રેનિંગ કરી શકશે નહીં. ખેલાડીઓએ મેચના દિવસે સીધા જ મેદાનમાં ઉતરવું પડશે.
  2. પ્રેક્ટિસ મેચોની સંખ્યા મર્યાદિત
    BCCI ના નવા આદેશ મુજબ, કોઈપણ ટીમ હવે માત્ર 2 જ પ્રેક્ટિસ મેચ રમી શકશે. આ મેચ માટે પણ બોર્ડની પરવાનગી લેવી પડશે અને તેનો સમયગાળો 3.5 કલાકથી વધુ નહીં હોય.
  3. નેટ્સ શેરિંગ પર પ્રતિબંધ
    પ્રેક્ટિસ માટે હવે ટીમો એકબીજાની નેટ્સનો ઉપયોગ નહીં કરી શકે. જો કોઈ ટીમની નેટ્સ ખાલી પડી હોય તો પણ અન્ય ટીમને ત્યાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  4. મુખ્ય પિચ પર 4 દિવસ અગાઉથી ‘નો એન્ટ્રી’
    હોમ ટીમ જે પિચ પર પોતાની પહેલી મેચ રમવાની હોય, તેના પર મેચના 4 દિવસ પહેલાથી કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરી શકશે નહીં. પિચની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે.
  5. ફેમિલી અને મિત્રો સાથે પ્રવાસ પર રોક
    આ વખતે ખેલાડીઓ સાથે તેમના પરિવારના સભ્યો કે મિત્રો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત, ખેલાડીઓએ મેચ કે પ્રેક્ટિસ માટે ફરજિયાત ટીમ બસનો જ ઉપયોગ કરવો પડશે, પ્રાઈવેટ વાહનનો નહીં.
  6. પ્રેક્ટિસ માટે અલગ વિકેટ
    રેન્જ હિટિંગ, થ્રો-ડાઉન અને અન્ય ડ્રીલ્સ માટે હવે અલગથી વિકેટ ફાળવવામાં આવશે. હોમ ટીમને પ્રેક્ટિસ માટે પ્રથમ પસંદગી મળશે અને દરેક વખતે નવી તૈયાર કરેલી પિચ જ પૂરી પાડવામાં આવશે.
  7. LED બોર્ડ પાસે બેસવા પર પ્રતિબંધ
    મેદાનની આસપાસ લાગેલા એડવર્ટાઈઝિંગ LED બોર્ડ પાસે ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ હવે બેસી શકશે નહીં. આ શિસ્ત જાળવવા માટેનો નવો નિયમ છે.
    IPL 2026 માં આ નવા ફેરફારોને કારણે રમત વધુ પ્રોફેશનલ બનશે કે ખેલાડીઓ પર દબાણ વધશે, તે તો સમય જ બતાવશે.
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder