Uncategorized મોરબી

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આમંત્રણ: શોભલાધામમાં 21મા વાર્ષિકોત્સવને લઈને માલધારી સમાજમાં ધાર્મિક ઉત્સાહ

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આમંત્રણ: શોભલાધામમાં 21મા વાર્ષિકોત્સવને લઈને માલધારી સમાજમાં ધાર્મિક ઉત્સાહ

વાંકાનેર:મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના શોભલા ગામ સ્થિત શ્રી નકળંક મંદિર શોભલાધામ ખાતે આગામી 21મા વાર્ષિકોત્સવ તથા અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર)ના રોજ યોજાનારા આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે માલધારી સમાજના આગેવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ પ્રસંગે માલધારી સમાજના આગેવાનો અને મંદિરના મહંતશ્રી દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રૂબરૂ મળી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણ દરમિયાન સમાજના લોકો ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે હાજર રહ્યા હોવાનું તસવીરમા દ્રશ્ય માન થાય છે

કાર્યક્રમ અંતર્ગત સવારે 11:30 કલાકે દેવળ આરોહણ, દિવસભર ધર્મસભા, ભજન-સંતવાણી અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સંતવાણીમાં લોકગાયક પરેશદાન ગઢવી (લીમડાવાડા), મનીષા ભરવાડ (લીમડાવાડા) અને અક્ષય પ્રજાપતિ (લોકસાહિત્યકાર) સહિતના કલાકારો ભક્તિરસની રમઝટ જમાવશે.આ ઉપરાંત બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું યુટ્યુબ ચેનલ “Naklank Mandir Shobhla” પરથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. આ વાર્ષિકોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ માલધારી સમાજની આસ્થા, એકતા અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો ઉત્સવ બની રહે તેવી ભાવના આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભક્તોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder