PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [Narendra Modi] રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 133માં એપિસોડ [133rd Episode] દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ આ સંબોધનમાં ભારતના ‘સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ’ [Civil Nuclear Program] પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ખેતીવાડીથી લઈને આધુનિક ઈનોવેશન સુધીના ક્ષેત્રોમાં પરમાણુ વિજ્ઞાન ભારતની પ્રગતિનું એન્જિન બની રહ્યું છે.
ન્યુક્લિયર એનર્જીમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ (PM Modi Mann Ki Baat)
પીએમ મોદીએ તમિલનાડુના કલપક્કમ [Kalpakkam] ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટરે હાંસલ કરેલી ‘ક્રિટિકાલિટી’ [Criticality] ને ભારતની પરમાણુ યાત્રાનું ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. ક્રિટિકાલિટી એટલે એ તબક્કો જ્યારે રિએક્ટર પહેલીવાર સ્વ-પોષી નાભિકીય શૃંખલા પ્રક્રિયામાં સફળ થાય છે. બ્રીડર રિએક્ટરની વિશેષતા એ છે કે તે ઊર્જા ઉત્પાદનની સાથે ભવિષ્ય માટે નવું બળતણ પણ જાતે જ તૈયાર કરે છે. માર્ચ 2024માં રિએક્ટરના કોર લોડિંગના સાક્ષી બનેલા પીએમએ આ સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
ક્લીન એનર્જી અને વિન્ડ પાવરમાં આગેકૂચ (Clean Energy and Wind Energy Capacity)
ઊર્જા સુરક્ષા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત હવે વિન્ડ એનર્જી [Wind Energy] ક્ષેત્રે પણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. દેશની પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા હવે 56 ગીગાવોટ [56 GW Capacity] ને પાર કરી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં જ આશરે 6 ગીગાવોટ નવી ક્ષમતા ઉમેરાઈ છે. પીએમ મોદીએ નાગરિકોને વીજળી બચાવવા અને સ્વચ્છ ઊર્જા [Clean Energy] અપનાવવા અપીલ કરી હતી, જે પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા માટે અનિવાર્ય છે.
બુદ્ધનો સંદેશ અને વિશ્વ શાંતિ (Gautam Buddha Teachings and Peace)
કાર્યક્રમના અંતે પીએમ મોદીએ ભગવાન ગૌતમ બુદ્ધના [Gautam Buddha] વિચારોની પ્રાસંગિકતા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક તણાવ અને સંઘર્ષો વચ્ચે બુદ્ધનો શાંતિનો સંદેશ અત્યંત મહત્વનો છે. દક્ષિણ અમેરિકાના ચિલી [Chile] માં લદ્દાખના ડ્રુપપોન ઓત્ઝર રિનપોચેના [Drubpon Otzer Rinpoche] માર્ગદર્શન હેઠળ ભગવાન બુદ્ધના વિચારોનો પ્રસાર થઈ રહ્યો છે અને ત્યાં બનેલો સ્તૂપ લોકોને કરુણા અને શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે.
